ખાંડ બાદ હવે ડુંગળીના વધતા ભાવથી સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું છે. દેશમાં ડુંગળીનો સરેરાશ ભાવ આશરે 42 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે. દિલ્હીમાં ડુંગળી 65 રૂપિયા અને ચેન્નાઈમાં 58 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. ભાવ કાબૂમાં લેવા કેન્દ્ર સરકાર બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં ઉતારશે. નાસિકથી દિલ્હી, ચેન્નાઈ, કોચી અને ગુવાહાટી માટે ‘કાંદા એક્સપ્રેસ’ દોડાવવામાં આવશે. મહારાષ્ટ્રમાં ખરીફ ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડાને ભાવવધારાનું મુખ્ય કારણ માનવામાં આવે છે.
#HumDekhengeNews #OnionPrice #Inflation #KandaExpress #FoodPrices #IndiaNews