મહેસાણા તાલુકા પોલીસની ત્વરિત કાર્યવાહી: કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો
મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જ્હોન એનર્જી લિમિટેડના યાર્ડમાં થયેલી કેબલ ચોરીના ગુનાનો ભેદ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઉકેલી દેવામાં આવ્યો છે.
પોલીસે સઘન તપાસ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે કાર્યવાહી હાથ ધરી ચોરીમાં સંડોવાયેલા કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ચોરી કરાયેલ મુદ્દામાલ પણ કબજે લેવામાં આવ્યો છે.
આ કામગીરીથી મહેસાણા તાલુકા પોલીસની સતર્કતા અને ઝડપી તપાસની પ્રશંસા થઈ રહી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
#MehsanaPolice
#MehsanaTalukaPolice
#CableTheft
#PoliceSuccess
#CrimeDetection
#GujaratPolice
#MehsanaNews
#JohnEnergy
#LawAndOrder
#PoliceAction
@dgpgujarat
@DIGPGnrRange
@GujaratPolice