કચ્છનું માધાપર વિશ્વના સૌથી ધનિક ગામોમાં ગણાતું ફરી ચર્ચામાં આવ્યું છે. ગામની વિવિધ બેંક શાખાઓમાં કુલ થાપણ 8,000 કરોડ રૂપિયાને પાર પહોંચી છે. ગયા વર્ષની સરખામણીએ થાપણમાં આશરે 1,000 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. માધાપરની સમૃદ્ધિ પાછળ વિદેશમાં વસતા કચ્છી NRI પરિવારોનું મોટું યોગદાન છે. કચ્છ જિલ્લામાં NRI ડિપોઝિટ વધીને 18,212 કરોડ રૂપિયાથી વધુ થઈ હોવાનું જણાવાયું છે. વિદેશથી આવતી મૂડીથી સ્થાનિક વેપાર, રોકાણ અને વિકાસને પણ મોટું બળ મળી રહ્યું છે.
#HumDekhengeNews #Madhapar #KutchNews #NRIDeposit #GujaratNews