મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગની ઘટના બાદ હવે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને જાનથી મારી નાખવાની ધમકી મળતા મુંબઈ પોલીસ દોડતી થઈ ગઈ છે. અમિતાભ બચ્ચનના નિવાસસ્થાન જલસાને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ઉપરાંત પંજાબી સિંગર દિલજીત દોસાંઝ અને મુંબઈનાં મેયર ઋતુ તાવડેને પણ ધમકી મળી હોવાના અહેવાલ છે. ઈ-મેલ મારફતે વાઈબગ્યોર હાઈસ્કૂલને ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી છે. 27થી 30 ઓક્ટોબર દરમિયાન હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે. ધમકીભર્યો ઈ-મેલ મળતા મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. અને સુરક્ષા માટે જરૂરી પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.
#amitabhbachchan #diljitdosanjh #bombthreat #mumbaipolice #humdekhengenews