ગુજરાતમાં હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓના કેસમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં હૃદયની ઈમરજન્સીના 53,226 કેસ નોંધાયા છે, જે ગયા વર્ષની સરખામણીએ 15 ટકાથી વધુનો વધારો દર્શાવે છે. હાલ દરરોજ સરેરાશ 294 લોકોને હૃદયની સારવાર માટે 108 સેવાની જરૂર પડી રહી છે. અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે, ત્યારે નિષ્ણાતોએ યુવાનોમાં વધી રહેલા હૃદયરોગના જોખમને લઈને સાવચેતી રાખવાની સલાહ આપી છે.
#HeartHealth #Gujarat #HealthNews #HeartAttack #Ahmedabad #PublicHealth #HumDekhengeNews