મ્યુનિક લીડર્સ મીટિંગમાં એસ. જયશંકરે ભારત-રશિયા સંબંધો અંગે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે જણાવ્યું કે ભારતની વિદેશનીતિ રાષ્ટ્રીય હિતો, વ્યૂહાત્મક જરૂરિયાતો અને ઐતિહાસિક અનુભવોના આધારે ઘડાય છે. 1950ના દાયકાથી મુશ્કેલ સમયમાં સોવિયત સંઘે આપેલો સાથ ભારત ભૂલી શકે નહીં, એમ તેમણે કહ્યું. બંને દેશો વચ્ચે સંરક્ષણ ઉપરાંત પરમાણુ ઊર્જા, અવકાશ, વેપાર અને રોકાણ ક્ષેત્રે સહયોગ હોવાનું તેમણે સમજાવ્યું. રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા વાતચીત અને કૂટનીતિનો માર્ગ અપનાવવો જરૂરી હોવાનું જયશંકરે જણાવ્યું. જહાજોની સુરક્ષિત અવરજવર તથા અનાજ અને ઊર્જાની નિકાસ જેવા મુદ્દે ભારત બંને પક્ષો સાથે ચર્ચા કરી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું.
#SJaishankar #IndiaRussiaRelations #ForeignPolicy #RussiaUkraineWar #HumDekhengeNews