ભારત અને ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર, કઈ તારીખે કઈ જગ્યાએ રમાશે મેચ?
#INDvsNZ #TeamIndia #CricketNews #IndiaCricket #NewZealandCricket #T20I #ODI #TestCricket #SportsNews #humdekhengenews
ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષના અંતમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવાની છે, જે બંને દેશોના ક્રિકેટ ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો દ્વિપક્ષીય પ્રવાસ સાબિત થશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 22 Octoberથી 1 December દરમિયાન તમામ ફોર્મેટની કુલ 12 મેચો રમાશે. ન્યૂઝીલેન્ડના ક્રિકેટ ઇતિહાસમાં આ પ્રથમ વખત બનશે જ્યારે તેઓ કોઈપણ મુલાકાતી ટીમ સામે આટલી મોટી સિરીઝ હોસ્ટ કરશે. આ 40 દિવસના લાંબા પ્રવાસ દરમિયાન 5 T20 ઇન્ટરનેશનલ, 5 વન-ડે અને 2 ટેસ્ટ મેચ રમાશે. આ ઐતિહાસિક સિરીઝ બંને દેશો વચ્ચેના રમતગમતના સંબંધોના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહી છે, જે આ પ્રવાસને વધુ ખાસ બનાવે છે.