ઉત્તર ગુજરાતના ડીસા ખાતે પ્રસ્તાવિત આધુનિક પ્રાણી સંગ્રહાલય (ઝૂ) પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA) તરફથી અંતિમ મંજૂરી મળતા હવે તેના અમલીકરણનો માર્ગ સંપૂર્ણપણે મોકળો બન્યો છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વન્યજીવ સંરક્ષણને વધુ મજબૂત બનાવવાની સાથે ઉત્તર ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને નવી દિશા આપશે. સાથે જ સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકોનું સર્જન થશે અને સમગ્ર વિસ્તારના આર્થિક તથા સર્વાંગી વિકાસને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઐતિહાસિક મંજૂરી બદલ ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી તથા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ કેન્દ્રીય વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ડીસા ઝૂ પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે અને રાજ્યના પ્રવાસન નકશા પર ડીસાને નવી ઓળખ અપાવશે.
#DeesaZoo #GujaratTourism #WildlifeConservation #NorthGujarat #Development #HumDekhengeNews