ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં મોટા ફેરફારની તૈયારીમાં કેન્દ્ર સરકાર છે. માર્ગ પરિવહન મંત્રાલયના નવા મુસદ્દા મુજબ ભારતીય અને વિદેશી નાગરિકો માટે અલગ રંગનાં લાઇસન્સ, તેમજ બ્લડ ગ્રુપ, મોબાઇલ નંબર અને ઇમરજન્સી સંપર્કની વિગતો ફરજિયાત કરવાની દરખાસ્ત છે. લાઇસન્સ મેળવવા માટેની ઓનલાઇન ટ્યુટોરિયલ કસોટીમાં પાસ થવાના ગુણ 60થી વધારીને 75 ટકા કરવાની પણ જોગવાઈ સૂચવાઈ છે. જોકે, આ તમામ ફેરફારો હાલ દરખાસ્તના તબક્કામાં છે અને અમલમાં આવ્યા નથી.
#drivinglicence #trafficrules #roadtransport #licencerules #humdekhengenews