રાજકોટ ગ્રામ્ય પોલીસે એકસાથે 17 બોગસ ડૉક્ટરોને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા 17 આરોપીઓમાંથી 14 માત્ર ધોરણ 10 અને 12 પાસ છે, જ્યારે ત્રણ આરોપીઓ ગ્રેજ્યુએટ છે. આ તમામ અગાઉ ડૉક્ટરના કમ્પાઉન્ડર અથવા મેડિકલ સ્ટોરમાં કામ કરતા હતા અને બાદમાં જરૂરી તબીબી લાયકાત વિના ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતા હતા. આરોપીઓ દર્દીઓને તાવ, શરદી અને ઉધરસ જેવી બીમારીઓમાં દવાઓ આપવાની સાથે ઇન્જેક્શન પણ આપતા હોવાનો ખુલાસો થયો છે. કેટલાક આરોપીઓ છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી આ રીતે પ્રેક્ટિસ કરતા હોવાની વિગતો સામે આવી છે.
#rajkot #bogusdoctors #policeaction #healthcarefraud #humdekhengenews