Public App Logo
સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ છે. ડુમસ રોડ પર આવેલા રાજહંસ બેલિઝા બિલ્ડિંગના ટાવર-Bના ફ્લેટ નંબર 1317માં મોડી રાત્રે વિદેશી દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમીના આધારે ડુમસ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી દારૂની મહેફિલ માણી રહેલા છ વેપારીઓની ધરપકડ કરી હતી. પોલીસે 14 બોટલ વિદેશી દારૂ, 8 મોબાઈલ અને એક કાર સહિત કુલ આશરે ₹10.07 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. #krantisamaynews #krantisamay #surat #dumas - Udhna News