ગુજરાતભરમાં મિડનાઇટ સર્ચ ઓપરેશન, અમિત શાહના હુંકારના 5માં દિવસે વીણી-વીણીને બાંગ્લાદેશીઓને બહાર કાઢવાનું શરૂ
#Gujarat #Ahmedabad #PoliceOperation #BangladeshiNationals #CrimeBranch #AmitShah #BreakingNews #GujaratNews #SecurityOperation #humdekhengenews
28 મે, 2026એ ગાંધીનગરના સોનીપુરની સભામાં અમિત શાહે હુંકાર કર્યો હતો કે દેશભરમાંથી એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને બહાર કાઢવામાં આવશે. શાહના હુંકારના 5માં દિવસે જ ગુજરાતભરમાં બાંગ્લાદેશીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ-સુરત-રાજકોટ-વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં બાંગ્લાદેશીઓને શોધવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. અમદાવાદમાં ગઇકાલે(2 જૂન) મોડી રાત્રે બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી હાથ ધરાઈ હતી. સમગ્ર અમદાવાદની સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે 291 શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. જેમાંથી 131 લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ છે.