ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર, મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો
#GujaratGovernment #DAHike #DearnessAllowance #SalaryUpdate #GujaratNews #EmployeeBenefits #humdekhengenews
ગુજરાત સરકારે બાકી રહેલા કર્મચારીઓ માટે પણ મોંઘવારી ભથ્થું જાહેર કર્યું છે અને રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. પાંચમા પગાર પંચ હેઠળ પગાર મેળવતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે. કર્મચારીઓના બાકી રહેતા મોંઘવારી ભથ્થાં તથા એરિયર્સની રકમ પણ તેમને તબક્કાવાર ચૂકવામાં આવશે. રાજ્ય સરકારના પંચાયત કર્મચારીઓ, સ્થાનિક સંસ્થાઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ અનુદાનિત અને બિનઅનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના પાત્ર કર્મચારીઓને લાભ તેનો લાભ મળશે, સરકારના નાણાં વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.