સાતમ-આઠમ અને આગામી તહેવારોને લઈને અમદાવાદમાં AMC ફૂડ વિભાગ સક્રિય બન્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં મીઠાઈની દુકાનો અને ડેરીઓ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું છે. ઘી, પનીર, માવો અને મીઠાઈ સહિત અંદાજે 500 સેમ્પલ લેવામાં આવ્યા છે. સેમ્પલની નવરંગપુરા સ્થિત ફૂડ લેબોરેટરીમાં કેમિકલ તપાસ કરવામાં આવી રહી છે. સ્થળ પર પ્રાથમિક તપાસ માટે રેપિડ ટેસ્ટિંગ કિટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટમાં ભેળસેળ સાબિત થશે તો વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
#HumDekhengeNews #Ahmedabad #FoodSafety #AMC #FestivalChecking #GujaratNews