ભારતીય નૌસેનાને ‘માંગરોળ’ નામનું નવું એન્ટી-સબમરીન યુદ્ધજહાજ મળ્યું છે. કોચિન શિપયાર્ડે બનાવેલું આ શ્રેણીનું ત્રીજું શેલો વોટર ક્રાફ્ટ છે. જહાજમાં 80 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે અત્યાધુનિક સોનાર, રડાર, ટોર્પિડો અને રોકેટ લોન્ચરથી સજ્જ છે. ખાસ કરીને દરિયાકાંઠા અને છીછરા પાણીમાં દુશ્મન સબમરીન શોધવા માટે તેને તૈયાર કરાયું છે. આ યુદ્ધજહાજનું નામ ગુજરાતના ઐતિહાસિક બંદર શહેર માંગરોળ પરથી રાખવામાં આવ્યું છે.
#HumDekhengeNews #IndianNavy #INSManGrol #AntiSubmarineWarfare #DefenceNews