ભારત સહિત આ દેશો પર નવો ટેરિફ બોમ્બ ફૂટશે?
#USTariffs #IndiaUSRelations #TradeDeal #GlobalTrade #EconomicNews #WorldNews #BreakingNews #InternationalNews #TariffWar #humdekhengenews
એક તરફ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક સંબંધોને મજબૂત કરવા માટે નવી દિલ્હીમાં મેગા ટ્રેડ ડીલ (Trade Deal) ને અંતિમ ઓપ આપવા વરિષ્ઠ અધિકારીઓની બેઠકો ચાલી રહી છે, ત્યારે બીજી તરફ અમેરિકાએ પાછળથી મોટો ઝટકો આપ્યો છે. આ યાદીમાં માત્ર ભારત જ નથી અમેરિકાએ તેના ઘણા મોટા વ્યાપારિક મિત્રોને પણ આ દાયરામાં લીધા છે. જેમાં ચીન, જાપાન, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, સિંગાપોર, સાઉદી અરેબિયા, UAE, કતાર, ઓમાન, મલેશિયા, વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા દેશો પણ સામેલ છે.