JEE એડવાન્સ 2026ના પ્રવેશ રિપોર્ટમાં IIT ગાંધીનગરને લઈને મહત્વની વિગતો સામે આવી છે. દેશના ટોપ 1000 રેન્કર્સમાંથી એકપણ વિદ્યાર્થીએ IIT ગાંધીનગરમાં પ્રવેશ લીધો નથી, જ્યારે ટોપ 2000માંથી માત્ર 7 અને ટોપ 5000માંથી 81 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. બીજી તરફ IIT બોમ્બે ટોપર્સની પહેલી પસંદ રહ્યું છે, જ્યાં ટોપ 100માંથી 68 અને ટોપ 1000માંથી 406 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. IIT ગાંધીનગરમાં આ વર્ષે કુલ 361 પ્રવેશ થયા છે.
#JEEAdvanced2026 #IITGandhinagar #IITBombay #IITAdmission #HumDekhengeNews