Public App Logo
ગોડાદરાના સતીશ ઉર્ફે સતીશ મરાઠા હત્યા કેસમાં તપાસ આગળ વધતા કાવતરાની નવી કડીઓ સામે આવી રહી છે. ખાસ કરીને સતીશની કારમાં લગાવવામાં આવેલા GPS ટ્રેકરને લઈને પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે GPS કોઈ ગેરેજ કર્મચારી મારફતે લગાવવામાં આવ્યું હતું કે પછી ફરાર આરોપી અંકુર પાંડેએ પોતે GPS લગાવ્યું હતું. અંકુર પાંડેની શોધખોળ માટે પોલીસે બે અલગ-અલગ ટીમો બનાવી હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ, લાજપોર જેલમાં બંધ રાહુલ મંડલે જેલમાંથી જ સતીશની હત્યાનું કાવતરું ઘડ્યું હતું કે કેમ અને GPS મારફતે સતીશનું લોકેશન મેળવવામાં આવ્યું હતું કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે. હવે અંકુર પાંડેની ધરપકડ અને રાહુલ મંડલની પૂછપરછ બાદ GPSની સમગ્ર કડી અને હત્યાના કાવતરામાં તેની ભૂમિકા અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે. #krantisamaynews #krantisamay #surat #bhestan - Udhna News