સુરતમાં DRI (ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ)એ સોશિયલ મીડિયા મારફતે અંદાજે ₹1 કરોડમાં દીપડાનું ચામડું વેચવાના ગેરકાયદે સોદાનો પર્દાફાશ કર્યો છે. મળેલી બાતમીના આધારે હોટલમાં ટ્રેપ ગોઠવી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. કબજે કરાયેલા દીપડાના ચામડાં પર ગોળીનું નિશાન જોવા મળ્યું છે અને વાઇલ્ડલાઇફ વિશ્લેષણ મુજબ તે આશરે 1થી 2 મહિના જૂનું હોવાનું માનવામાં આવે છે, જેનાથી તાજેતરમાં દીપડાનો શિકાર કરાયો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ચામડાં સાથે દીપડાના દાંત કે પંજા ન મળતા વન વિભાગે સમગ્ર રેકેટ અને અન્ય અંગોની હેરફેર અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
#krantisamaynews #krantisamay #surat #gujarat #india
Udhna, Surat | Jun 3, 2026