બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડમાં રૂપિયા 500 કરોડના GST કૌભાંડનો આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. એક વેપારી દ્વારા આક્ષેપો કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અન્ય રાજ્યોમાંથી મગફળી ખરીદી કરીને તેમને રોકડ ચૂકવી એ બિલોનો બારોબાર વહીવટ કરીને 500 કરોડ રૂપિયાનું કૌભાંડ થયાનો દાવો કરવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થતાં GST ચોરી કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
#deesa #gstfraud #marketyard #banaskantha #humdekhengenews