UAEમાં રહેતા, નોકરી કરતા અથવા ફરવા જતા ભારતીયો માટે ભારતીય દૂતાવાસે મહત્ત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે. ભારતીય નાગરિકોને પૂરતું મેડિકલ ઇન્સ્યોરન્સ કવરેજ રાખવા અને કેશલેસ સારવાર સહિત ઇમરજન્સીમાં ભારત પરત લાવવાના ખર્ચને આવરી લેતી પોલિસી લેવાની સલાહ આપવામાં આવી છે. UAEમાં પહેલેથી રહેતા ભારતીયોને પણ પોતાની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ચકાસવા અપીલ કરાઈ છે. હોસ્પિટલના ભારે ખર્ચથી બચવા પ્રવાસ પહેલાં જ વીમાનું કવરેજ તપાસવું જરૂરી છે.
#uaenews #indianembassy #healthinsurance #traveladvisory #humdekhengenews