દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોએ મુસાફરોને મોટો ઝટકો આપ્યો છે. જેટ ફ્યૂલ એટલે કે ATFના ભાવમાં થયેલા ભારે વધારા બાદ ઈન્ડિગોએ ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં ₹1,300 અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં ₹10,000 સુધીનો ફ્યૂલ સરચાર્જ લાદવાની જાહેરાત કરી છે. આ નવી કિંમતો આજથી લાગુ થશે. છેલ્લા છ મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે એરલાઈને ફ્યૂલ સરચાર્જ વધાર્યો છે. પરિણામે આગામી દિવસોમાં હવાઈ મુસાફરી વધુ મોંઘી થવાની શક્યતા છે.
#IndiGo #FuelSurcharge #FlightFareHike #ATFPrice #AirTravel #HumDekhengeNews