અમદાવાદમાં પાણીની સંભવિત કટોકટી વચ્ચે AMCએ ચાર ઝોનમાં 310 મીટર ઊંડાઈના 12 નવા બોરવેલ બનાવવાની કવાયત હાથ ધરી છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ₹3.99 કરોડનો ખર્ચ થશે અને વોટર સપ્લાય કમિટીમાં દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. જ્યાં વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનથી પાણી પહોંચતું નથી અથવા જૂના બોરવેલ બંધ પડી ગયા છે, તેવા વિસ્તારોને પ્રાથમિકતા અપાશે. હવે સવાલ એ છે કે આ નવા બોરવેલથી અમદાવાદમાં પાણીની સમસ્યાનો કેટલો ઉકેલ આવશે?
#ahmedabadnews #amc #watercrisis #water supply #humdekhengenews