ગુજકોમાસોલે વર્ષ 2025-26માં 11,479 કરોડ રૂપિયાનું ઐતિહાસિક ટર્નઓવર નોંધાવ્યું છે. સંસ્થાએ 152.63 કરોડનો ગ્રોસ પ્રોફિટ અને કર બાદ 60 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. આ જાહેરાત ગુજકોમાસોલની 65મી વાર્ષિક સાધારણ સભામાં કરવામાં આવી હતી. નફાને ધ્યાનમાં રાખીને ખેડૂતોને વાર્ષિક 20 ટકા ડિવિડન્ડ ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર સહિતના સાત ગુજકો મોલને સારો પ્રતિસાદ મળ્યો છે. ચેરમેન દિલીપ સંઘાણીએ હવે રાજ્યના અન્ય શહેરોમાં પણ ગુજકો મોલ શરૂ કરવાની જાહેરાત કરી છે.
#HumDekhengeNews #Gujcomasol #GujcoMall #FarmersNews #GujaratNews #DilipSanghani