‘અલ નીનો’ને કારણે દુનિયાભરમાં 3 મહિના સુધી દુષ્કાળની આશંકા
#ElNino #WMO #ClimateChange #DroughtAlert #WeatherNews #GlobalWarning #Heatwave #IndiaWeather #humdekhengenews
ભારતીય હવામાન વિભાગ પછી વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO) એ પણ વૈશ્વિક આબોહવા અંગે ચેતવણી જારી કરી છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ની આ હવામાન એજન્સી અનુસાર પ્રશાંત મહાસાગરમાં ઝડપથી ગરમ થઈ રહેલા દરિયાઈ પાણીને કારણે જૂનથી ઓગસ્ટ વચ્ચે અલ નીનો બનવાની સંભાવના 80% છે. નવેમ્બર સુધીમાં તેના 90% કે તેથી વધુ રહેવાની સંભાવના છે. અલ નીનો આગળ જતાં વધુ મજબૂત બની શકે છે. આનાથી ભારત સહિત દુનિયાભરમાં દુષ્કાળ, પૂર, દરિયાઈ-સ્થલીય હીટવેવ અને હવામાનના ખતરનાક સ્વરૂપો જોવા મળી શકે છે.