હરણી તળાવની દુર્ઘટના બાદ બંધ નળ સરોવરની બોટિંગ સેવા આગામી શિયાળામાં ફરી શરૂ કરવાની તૈયારી છે. અહેવાલ મુજબ, વન વિભાગ ખાનગી એજન્સી મારફતે ઑક્ટોબરના અંતમાં કે નવેમ્બરની શરૂઆતમાં સેવા શરૂ કરવાનું આયોજન કરી રહ્યું છે. નવી વ્યવસ્થામાં અધિકૃત અને નિર્ધારિત સુરક્ષા ધોરણો ધરાવતી બોટનો જ ઉપયોગ કરાશે. 350થી વધુ સ્થાનિક નાવિકોને લાઇસન્સ પદ્ધતિથી જોડીને રોજગારી આપવાનું આયોજન છે. વન વિભાગ ચોક્કસ ભાડાં નક્કી કરશે, જેથી પ્રવાસીઓને મનસ્વી વસૂલાતમાંથી રાહત મળી શકે. જૂની હોડીઓના ઉપયોગ અંગે સ્થાનિકોમાં ચિંતા છે; સત્તાવાર જાહેરાત બાદ નવી વ્યવસ્થાની વિગતો સ્પષ્ટ થશે.
#Nalsarovar #BoatingService #GujaratTourism #BoatingSafety #WinterTourism #HumDekhengeNews