ગુજરાત ATSએ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આતંકી નેટવર્કના સંદર્ભમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરી અનેક સ્થળોએ તપાસ અને પૂછપરછ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, શંકાસ્પદ સામાનની ખરીદીના સગડના આધારે વેપારીઓ સહિત કેટલાક લોકોને ડિટેન કરી વધુ પૂછપરછ ચાલી રહી છે. તપાસ દરમિયાન સિદ્ધપુર સહિત વિવિધ વિસ્તારોમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલા નેટવર્ક અંગે મહત્વના પુરાવા મળ્યાની માહિતી સામે આવી છે. ATSના જણાવ્યા મુજબ, રથયાત્રા જેવા મોટા તહેવારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તપાસ હજુ ચાલુ છે.
#GujaratATS #ATSRaid #Sidhpur #AntiTerrorOperation #GujaratNews #SecurityAlert #HumDekhengeNews