બોલિવૂડ અભિનેતા સંજય દત્ત પોતાના એક નિવેદનને લઈને ફરી ચર્ચામાં આવ્યા છે. શેખર સુમનના ટોક શોમાં તેમણે ભારતમાં પહેલાં જેવી શાંતિ અનુભવાતી ન હોવાની વાત કરી હતી, જેના પગલે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આવી. ત્યારબાદ સંજય દત્તે સ્પષ્ટતા કરી કે તેમના નિવેદનનો કોઈ વ્યક્તિ, સમુદાય કે સંસ્થાની લાગણી દુભાવવાનો ઈરાદો નહોતો. તેમણે કહ્યું કે તેમની વાતો ‘મુન્ના ભાઈ’ની હળવાશ અને ગાંધીગીરીના પ્રેમ-એકતાના સંદેશના સંદર્ભમાં હતી.
#SanjayDutt #BollywoodNews #ShekharSuman #Gandhigiri #HumDekhengeNews