સાવલી : ભાદરવામાં જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા, મુખ્ય આરોપી અર્જુન માછી થયો ફરાર
ભાદરવા ગામના લિંબીયા વગા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં પત્તા-પાના વડે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ભાદરવા પોલીસે સફળ રેડ કરી છે. પંચોની હાજરીમાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે જુગાર રમતા 4 આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે એક આરોપી અર્જુનભાઈ નારાયણભાઈ માછી પોલીસને ચકમો આપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીઓ પાસેથી અંગ ઝડતીના રૂ. 42,500 અને દાવ પર લાગેલી રૂ. 27,580ની રોકડ, તેમજ ગંજીફાના પત્તા મળી કુલ રૂ. 70,080નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભાદરવા પોલીસે તમામ ઝડપાયેલા આરોપીઓ સામે ગુજરાત જુગાર પ્રતિબંધક અધિનિયમની કલમ-12 હેઠળ ગુનો નોંધી, ફરાર આરોપીની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.
#factfindernews #bhadravapolice #savlivadodara #gambling #arrested