વિજાપુર શહેર વિસ્તાર જુના પોલીસ સ્ટેશન ટાવર પાસે જુગાર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરતા પોલીસે ખુલ્લી જગ્યામાં ગંજીપાના પૈસાથી તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા બે ઇસમોને રંગેહાથ ઝડપી લીધા હતા.ગંજીપાના પૈસાથી તીનપત્તી જુગાર રમતા બે ઇસમો ને ઝડપી પોલીસે રેઈડ દરમિયાન રૂ. 4,110નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોધી પોલીસે આજરોજ બુધવારે સાંજે ચાર કલાકે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.