ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અજાણ્યા શખ્સો ઈ-મેઈલ કરીને શૈક્ષણિક સંસ્થાઓ તથા સરકારી કચેરીઓને બોંબથી ઉડાવી દેવાની ધમકી આપવાનો સિલસિલો ચાલી રહ્યો છે ત્યારે ગુરૂવારે રાજ્યની કેટલીક કલેકટર કચેરી જિલ્લા સેવા સદનને બોંબથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી ધમકી આપી હોવાની વિગતો બહાર આવ્યા બાદ પોલીસતંત્ર ધ્વારા સાબરકાંઠા જિલ્લા સેવાસદનમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.સાબરકાંઠા જિલ્લા સેવાસદનમાં અનેક સરકારી કચેરીઓ કાર્યરત હોવાથી રોજબરોજ શહેરી અને ગ્રામ્ય વિસ્તા