ગઈ તારીખ 14 ડિસેમ્બરના રોજ કડી તાલુકાના બુડાસણ ગામે ઓમકાર સેવા ચેરીટેબલ ટ્રસ્ટની સાધારણ સભા યોજાઇ હતી.આ સભામાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે તેમના ભાષણમાં "હિન્દુઓની વસ્તી ઘટતી જઈ રહી છે અને ખ્રિસ્તીઓની વસ્તી વધી રહી છે"તેવું નિવેદન આપ્યું હતું વધુમાં તેમને જણાવ્યું હતું કે હિન્દુઓને સિફત પૂર્વક ફોસલાવીને ધર્મ પરિવર્તન કરવામાં આવે છે.