ડિંડોલીમાં નશાની હાલતમાં ટેમ્પો ચાલકે સર્જ્યો અકસ્માત, ટેમ્પો પલ્ટી ખાધો
સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ નંદનવન રોડ પર એક ટેમ્પો ચાલકે નશાની હાલતમાં વાહન ચલાવતા અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નશાખોરીના અડ્ડેથી નીકળેલા ટેમ્પો ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો રોડ પરના ડિવાઈડર સાથે અથડાયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો.
અકસ્માત બાદ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પલ્ટી ખાધેલા ટેમ્પોને સીધો કરવામાં તેમજ ચાલકને બહાર કાઢવામાં મદદ કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
Udhna, Surat | Jun 15, 2026