ભુજ: ભુજ નગરપાલિકા ચૂંટણી: કોંગ્રેસના ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે ફોર્મ ભર્યા
Bhuj, Kutch | Apr 11, 2026 ભુજ નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. છેલ્લા દિવસે કોંગ્રેસના વિવિધ વોર્ડના ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. પક્ષના કાર્યકરો અને સમર્થકોના ઉત્સાહ વચ્ચે ઉમેદવારોએ ભુજની જનતાના પ્રશ્નોને વાચા આપવાના નિર્ધાર સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે, જેનાથી આગામી સમયમાં ત્રિપાંખિયો જંગ જામશે.