🚀 ઈલોન મસ્કની ટેસ્લાએ રજૂ કરી ઉડતી કાર? 🤯
ટેક્સાસમાં એક કારના અદ્ભુત કરતબે સૌની નજર ખેંચી લીધી. કાર પહેલાં હવામાં જોરદાર છલાંગ લગાવે છે, પછી હવામાં ગુલાંટ મારે છે અને અંતે ચારેય પૈડાં પર એવી રીતે જમીન પર ઉતરે છે, જાણે કોઈ રોકેટનું લેન્ડિંગ થઈ રહ્યું હોય! એટલું જ નહીં, સેમી-ટ્રકની ઉપરથી છલાંગ લગાવતું દૃશ્ય પણ જોવા મળ્યું.
આ કોઈ હોલિવૂડ ફિલ્મનો સીન નથી, પરંતુ ઈલોન મસ્કની Tesla Roadster રજૂ કરતી વખતે બતાવવામાં આવેલું અદભુત દૃશ્ય છે.
ટેસ્લાની આ ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કારની ઝડપ અને ટેક્નોલોજીએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. હવે સૌના મનમાં એક જ સવાલ છે—શું ઈલોન મસ્ક ખરેખર ઉડતી કાર લઈને આવ્યા છે? 🚗💨
Vapi, Valsad | Oct 16, 2026