લખપત: પાન્દ્રો ખાતે ભાજપની સંગઠન બેઠક યોજાઈ: આગામી ચૂંટણીઓની રણનીતિ ઘડાઈ
Lakhpat, Kutch | Apr 1, 2026 પાન્દ્રો ખાતે ભાજપની સંગઠન બેઠક યોજાઈ: આગામી ચૂંટણીઓની રણનીતિ ઘડાઈ લખપત તાલુકાના પાન્દ્રો ખાતે જિલ્લા પંચાયત સીટની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લક્ષી આયોજન અને સંગઠનને પાયાના સ્તરે વધુ મજબૂત બનાવવા અંગે કાર્યકર્તાઓને વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.