નવસારી જિલ્લાના મરોલી વિસ્તારમાં સુરતના કુખ્યાત ગુનેગાર સલમાન લસ્સી પર પોલીસે ફાયરિંગ કરી તેને પગમાં ઈજા પહોંચાડી હતી. ક્રાઇમબ્રાંચની ટીમ બાતમીના આધારે મરોલી પહોંચી હતી, તે દરમિયાન પોલીસ તેને પકડી રહી હતી ત્યારે સલમાન લસ્સીએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આત્મરક્ષામાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. સલમાન લસ્સી પર હત્યા, મારામારી અને ખડની જેવા આશરે 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. સુરતના ડીંડોલી, લિબાયત અને ભેસ્તાન વિસ્તારમાં તેનો આતંક રહ્યો હતો.