માંડવી: વિશ્વ ચકલી દિવસની ઉજવણી ધબુડી તીર્થ ખાતે કરાઈ
Mandvi, Kutch | Mar 20, 2026 માંડવી ખાતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી દ્વારા ધબુડી તીર્થ ખાતે સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકવામાં આવ્યા તેમજ ચકલી સહિતના પક્ષીઓ માટે દાણા વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત તીર્થ ખાતે આવેલા જળાશયમાં માછલીઓ માટે લોટ નાખી જીવદયા નો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને પક્ષીઓની સંભાળ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.