જામનગર: જામનગરમાં વેપારીઓ પર તવાઈ: 48 એકમોને નોટિસ અને 68,750નો દંડ વસૂલાયો
જામનગર મહાનગરપાલિકાની નાઈટ ડ્રાઈવમાં જાહેરમાં કચરો નાખતા અને ડસ્ટબિન ન રાખતા 48 કોમર્શિયલ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. પાલિકા દ્વારા 68,750 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે અને વેપારીઓને કચરા ગાડીમાં જ કચરો આપવા અપીલ કરાઈ છે.