ગોધરા: ગોધરા ખાતે રાયોટીંગના આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી, ભુજની પાલારા ખાસ જેલ ખાતે ખસેડાયો
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટીંગ અને ધમકીના બે ગુનાઓમાં સંડોવાયેલા અમન મહેબુબ અંધીને પાસા ધારા હેઠળ અટકાયત કરવામાં આવી છે. જિલ્લા મેજીસ્ટ્રેટ અજય દહિયાની મંજૂરી બાદ પોલીસે પાસા વોરંટ અમલમાં મૂકી આરોપીને પાલરા ખાસ જેલ, કચ્છ-ભુજ ખાતે મોકલ્યો છે. આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. એલ.સી.બી. ગોધરા ટીમે મળેલ બાતમીના આધારે આરોપીને ઝડપી કાયદેસરની કાર