તારાપુર: તારાપુર પંથકની મહિલાની છેડતી કરીને લાફા મારતાં ફરિયાદ
Tarapur, Anand | Jul 9, 2026 તારાપુર પંથકમાં રહેતી એક મહિલા જ્યાં જાય ત્યાં તેની પાછળ પાછળ વિક્રમભાઈ ચેહુભાઈ ડાભી (રે. કાનાવાડા) જતો હતો અને તેણીને મારી સાથે બોલવું છે તેમ કહીને હેરાન પરેશાન કરતો હતો. જો કે મહિલાએ ના પાડી હોવા છતાં પણ પીછો છોડતો નહોતો. ગતરોજ ફરીથી પાછળ ગયેલા વિક્રમભાઈને ના પાડતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેવી ગાળો બોલીને બે-ચાર લાફા મારી દીધી હતી. આ અંગે તેણીએ તારાપુર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.