આહવા: ડાંગ કલેક્ટર કચેરી ખાતે સ્વચ્છતા સેવા યોગદાન કાર્યક્રમ યોજાયો
ગાંધી જયંતી નિમિત્તે ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ સાથે મળીને કચેરી પરિસરમાં શ્રમદાન કરી સ્વચ્છતાની કામગીરી હાથ ધરી હતી.