કાલોલ: કાલોલ નગરમાં ભયજનક જર્જરિત મકાન ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ: તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?
કાલોલ નગરના મધ્યમાં આવેલા પોરવાડ ફળિયામાંથી એક અત્યંત ચિંતાજનક અને વહીવટી તંત્રની ઘોર બેદરકારી દર્શાવતો કિસ્સો સામે આવ્યો છે. ફળિયામાં આવેલ ઘર નંબર ૧૩૯૫ વાળું મકાન હાલમાં અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયું છે. આ વર્ષો જૂનું મકાન ગમે તે ક્ષણે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં ઊભું છે, જેના કારણે સ્થાનિક રહીશો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.આજથી બરાબર એક વર્ષ પહેલાં પોરવાડ ફળિયાના રહીશોએ કાલોલ નગરપાલિકાને લેખિતમાં વિગતવાર અરજી આપી હતી. પરંતુ