મહેસાણા: જિલ્લામાં સતત વરસાદ અને વાવેતરનો સમય લંબાતા ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીને અસર થઈ
ડિજિટલ ક્રોપ સર્વેના પાયલોટ પ્રોજેક્ટને ચાલુ સાલે ચોમાસુ સિઝનથી મહેસાણા સહિત રાજ્યમાં કાયમી ધોરણે અમલમાં મુકાયો છે. જેમાં 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાના લક્ષ કરતાં એક સપ્તાહ વધુ સમય લાગ્યો છે. તેની પાછળનું કારણ સતત અને ભારે વરસાદથી વાવેતરમાં આવેલા ફેરફારના કારણે કામગીરીને અસર થઇ હતી. જિલ્લામાં 94.34 ટકા કામગીરી પૂરી થઇ છે. જેમાં 6 તાલુકામાં પૂર્ણતાને આરે છે. જ્યારે ચાલુ સપ્તાહના અંત સુધીમાં બાકી રહેતી કામગીરી પૂરી થઈ જશે.