ખંભાત: મીતલી ગામે આઝાદીના 76 વર્ષ બાદ પણ વણકર સમાજને સ્મશાનભૂમિનો હક નથી મળ્યો !
Khambhat, Anand | Oct 13, 2025 આઝાદી પછીના 76 વર્ષ વીતી ગયા, છતાં ખંભાત તાલુકાના મીતલી ગામે વણકર સમાજને આજે પણ કાયમી સ્મશાનભૂમિ મળતી નથી.વર્ષોથી જ્યાં દફનવિધિ થતી હતી, તે જ જમીનને તંત્ર દ્વારા સ્મશાનભૂમિ માટે નીમ ન કરાતા સ્થાનિકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કર્યા છતાં અધિકારીઓ અને તંત્ર માત્ર વચનો આપી મૌન રહ્યા છે. પરિણામે, સમાજના લોકો આજે પણ કાંસ અને કાદવમાંથી પસાર થઈ પોતાના સગાને દફનાવવા માટે મજબૂર બન્યા છે.