અમદાવાદ શહેર: રસ્તા પર બેફામ અને સરકારી સાયરન સાથે સ્કૂટર ચલાવતા નબીરાનો વિડીયો વાયરલ
આજે રવિવારે સવારે ૧૧ વાગ્યાની રસ્તા પર બેફામ ડ્રાઈવીંગ કરતા નબીરાનો વીડિયો વાયરલ થયો છે.જેમાં સ્કૂટર પર યુવકે સરકારી સાયરન વગાડી લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. ક્યારેક પોલીસના તો કયારેક એમ્બ્યુલન્સના સાયરન વગાડ્યા.તેમજ રસ્તા પર એક હાથમાં સાયરન રાખી બેફામ ડ્રાઈવીંગ કર્યુ. ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.