મહેસાણા: લૂંટના ગુનામાં ફરાર 3 આરોપીઓને SOG એ ઝડપી પાડ્યા
મહેસાણા SOG પોલીસે લાધણજ પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં નાસતા-ફરતા 3 આરોપીઓને મેવડ ગામ નજીકથી ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં રાજુજી ઠાકોર, કિરણજી ઠાકોર અને રાકેશજી ઠાકોરનો સમાવેશ થાય છે. ત્રણેયને વધુ તપાસ માટે લાધણજ પોલીસને સોંપાયા છે.