કડી તાલુકાના વડાવી ગામના સર્વે નંબર 1978 નો બરોબર વેચાણ દસ્તાવેજ થઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.વડાવી ગામનાં 1978 સર્વે નંબરમાં 25 થી વધારે પાક્કા રહેણાંક મકાનો બનાવવામાં આવેલ છે.જેથી ત્યાં રહેતા સ્થાનિકોને આ જમીનનો અમદાવાદના બિલ્ડર મિલન પટેલ દ્વારા વેચાણ દસ્તાવેજ કરી લેવામાં આવ્યો છે તેવી જાણ થતા પગ નીચેથી જમીન સરી પડી હતી.તાત્કાલિક સ્થાનિકો મામલતદાર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને તકરારી નોંધાવી હતી.સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે