દાહોદ જિલ્લામાં માછાણનાળા ડેમ અને કાળી ડેમ-2ની પરિસ્થિતિની અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત
તા. 01/08/2026ના રોજ દાહોદ જિલ્લામાં ચાલુ ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમોની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માછાણનાળા ડેમ તથા કાળી ડેમ-2ની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.
માછાણનાળા ડેમની મુલાકાત દરમિયાન શ્રી જ્યંતિભાઈ બી. વણકર, ASI, SDRF, શ્રી એસ. એસ. નિનામા, નાયબ મામલતદાર (પૂર), ઝાલોદ તેમજ શ્રી જયેશકુમાર જી. લુહાર, જિલ્લા પ્રોજેક્ટ અધિકારી (DPO), દાહોદ ઉપસ્થિત રહ્યા હતા.
અધિકારીઓએ ડેમની સ્થિતિ, પાણીની આવક-જાવક તથા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી અને સંબંધિત અધિકારીઓને જરૂરી તકેદારી રાખવા સૂચનાઓ આપી હતી.
એ સાથે કાળી ડેમ-2ની પણ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન શ્રી જ્યંતિભાઈ બી. વણકર, ASI, SDRF, શ્રી એ. એસ. ચારેલ, નાયબ મામલતદાર (પૂર), ગોવિંદ ગુરુ લીમડી તેમજ શ્રી જયેશકુમાર જી. લુહાર, જિલ્લા પ્રોજેક્ટ અધિકારી (DPO), દાહોદ ઉપસ્થિત રહ્યા હતા.
મુલાકાત દરમિયાન
Dohad, Dahod | Aug 1, 2026