ગોધરા: ગોધરા તાલુકા પોલીસે બે વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને કંકુથાંભલા ચોકડી પાસેથી ઝડપ્યો
ગોધરા તાલુકા પોલીસે દાહોદ જિલ્લાના સાગટાળા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશન ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી મહેન્દ્રભાઈ દશરથભાઈ તડવી (ઉ.વ. ૨૬) ને ઝડપી પાડ્યો છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડને મળેલી બાતમીના આધારે કંકુથાંભલા ચોકડી નજીકથી આરોપીની ધરપકડ કરવામાં આવી. પૂછપરછમાં તેણે ગુનામાં સંડોવણી સ્વીકારી હતી. આરોપી વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયેલ હતો. પોલીસએ બી.એન.એસ.એસ. ૨૦૨૩ મુજબ કાર્યવાહી કરીને આગળની તપાસ મ